Posts

Showing posts from December, 2022

વિરમગામ સમાચાર - "જે લોહીનો ન થાય એ કોઇનો ન થાય"

Image
  વિરમગામ સમાચાર - "જે લોહીનો ન  થાય એ કોઇનો ન થાય" વિરમગામની જનતા માટે એક  બ્રેકીંગ ન્યુઝ અને પાટીદાર સમાજનો મોટો સંદેશ, પાટીદાર અનામત આંદોલન સમિતિ એ ભાજપના ઉમેદવાર હાર્દિક પટેલ સામે બેનરો લગાવીને વિરોધ કર્યો છે, જેમાં વિરમગામની જનતાને અપીલ છે કે હાર્દિક પટેલને ભારે માર્જીનથી હરાવવો પડશે. પાટીદાર અનામત સમિતિનું કહેવું છે કે જે પોતાના સમાજનો ન હોઈ શકે તે કોઈનું શું ભલું કરી શકે.  વિરમગામ ની જનતાને અપીલ કરે છે કે હાર્દિકને મોટા માર્જિનથી હરાવવો પડશે. સમાજના લોકો વિવિધ સ્થળોએ પોસ્ટર અને બેનરો લગાવીને વિરોધ દર્શાવ્યો છે. તેમના સમાજના લોકોએ તેમને જનરલ ડાયરનું બિરુદ આપ્યું છે અને કહ્યું છે કે હાર્દિક પટેલ 14 પાટીદાર સમાજનો હત્યારો છે... સમાજના લોકોએ મોટી સંખ્યામાં પોસ્ટરો અને બેનરો લગાવીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને વિરમગામની જનતાને અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે જે પોતાના સમાજને અને તેનું લોહી બચાવી શકતો નથી તે વિરમગામની જનતાનું કોઈ ભલું કરી શકે નહીં.....